શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન - આણંદ ... આપનું હાર્દિક સ્વાગત કરે છે ...
શ્રી સૌરાષ્ટ્ર લોહાણા યુવા સંગઠન

ઈતિહાસ...

 

શ્રી સૌરાષ્ટ્ર લોહાણા યુવા સંગઠન એ શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજનનું એક અભિન્ન અંગ છે જેના સભ્યો અર્થાત્ તેનું થનગનતું યુવાધન હંમેશા તેની સેવાકીય અને નવીન તેમજ સમાજોત્થાન લક્ષી પ્રવૃત્તિઓ દ્વારા સમાજને એક યા બીજી રીતે મદદરૂપ થવા આતુર રહ્યું છે. પરંતુ આ પ્રેરણા આજકાલની અથવા નવીસવી નથી. તેના મૂળિયાં નંખાયેલા છે એપ્રિલ ૦૧, ૧૯૯૯ના રોજ મુગટના મોરપિંછ સમા ઉભરી આવેલા શ્રી સૌરાષ્ટ્ર લોહાણા યુવક મંડળ, આણંદ – વિદ્યાનગરમાં. રચનાત્મક કાર્યોના માધ્યમથી જ્ઞાતિના યુવાનો સક્રિય બને, સંગઠિત બને અને સમાજને ઉપયોગી બની રહે તેવા આશયથી સ્થાપિત થયેલા આ યુવક મંડળને અતુલભાઈ પાવાગઢી, પરેશભાઈ કારીયા, રાજેશભાઈ કારીયા ઉપરાંત બિમલભાઈ ગણાત્રા, જીગરભાઈ કોટેચા, નયનભાઈ ઠક્કર, નિરવભાઈ સોમૈયા, જયેશભાઈ ઠકરાર, ચંદ્રકાન્તભાઈ તન્ના, કૃણાલભાઈ ચોલેરા, નવલભાઈ ટી ઠક્કર, કલ્પેશભાઈ ઠક્કર, સુધીરભાઈ કોટેચા, રશ્મિનભાઈ ઠક્કર, સુકેતુભાઇ સાદરાણી અને સંજયભાઈ ઠક્કર જેવા અનેક ઉત્સાહી, દીર્ઘદ્રષ્ટા અને ખંતીલા યુવાનોનું બળ મળ્યું છે.

 

પરિવર્તનના પગરણ...

 

સમય બદલાયો, વિચારો બદલાયા અને સાથોસાથ યુવાપેઢી પણ બદલાઈ. યુવાનોની સાથે યુવતીઓએ પણ સમાજમાં આગળ આવવા અને સમાજ ફલક પર પોતાની છાપ છોડવા માટે ઉત્સુકતા દર્શાવી. સૌરાષ્ટ્ર લોહાણા યુવક મંડળના બંધારણને માન આપી તેમાં ફેરફાર ન કરતાં સૌરાષ્ટ્ર લોહાણા યુવક મંડળનું પુનઃ નામાભિધાન કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ બીડું ઝડપ્યું ઉત્સાહી અને ખંતીલા એવા ગૌરવ ઠકરાર, હેમાંગ મીરાણી, યજ્ઞેશ માણેક, આનંદ કારીયા, કૌટિલ્ય ઠક્કર, ધ્રુવ ઠક્કર, દીપાંગ ઠક્કર, ચેતનભાઈ રાયકુંડલિયા અને જય હરિયાણી જેવા યુવાનોએ. ઉપરાંત, શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન, આણંદના ઇતિહાસની પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ મંત્રી શ્રીની સફળ ત્રિપુટીઓ માંની એક એવી જયેશભાઈ કારીયા, પ્રકાશભાઈ મીરાણી અને નરેન્દ્રભાઈ માણેકનો અમુલ્ય સહકાર સાંપડ્યો.

 

શુભારંભ...

 

વર્ષ ૧૮ થી ૪૫ની યુવતીઓને પણ સમાજોત્થાનની સેવાનો પુરતો લાભ મળે તે માટે તા. ૧૯ જુલાઈ, ૨૦૧૪ અષાઢી બીજના પાવન દિને સૌરાષ્ટ્ર લોહાણા યુવક મંડળનું પુનઃ નામાભિધાન કરી શ્રી સૌરાષ્ટ્ર લોહાણા યુવા સંગઠન કરવામાં આવ્યું. તેની પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી ગૌરવ ઠકરારને. મંત્રી, સહમંત્રી તરીકે અનુક્રમે હેમાંગ મીરાણી અને કૌટિલ્ય ઠક્કરને નિયુક્ત કરવામાં આવ્યા અને ઉપપ્રમુખ તરીકે ઉત્સાહી એવા ડિમ્પલબેન રાયકુંડલિયાની વરણી કરવામાં આવી. મંડળના ખજાનચી તરીકેની મહત્વની જવાબદારી યજ્ઞેશ માણેકને સોંપવામાં આવી. આનંદ કારીયા અને ધ્રુવ ઠક્કરને શ્રી અખિલ ગુજરાત લોહાણા સમાજના રમત ગમત સમિતિના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા. સાથોસાથ શ્રી રાજેશભાઈ કારીયા, શ્રી મનોજભાઈ જવાણી અને શ્રી નયનભાઈ ઠક્કર યુવા સંગઠનની સલાહકાર સમિતીમાં જોડાયા.  

 

અમારી પ્રવૃત્તિઓ...

 

અવનવી પ્રવૃત્તિઓના પગરણ રૂપે તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૧૪ ના રોજ શ્રી સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું. આ જ દિવસે શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન, આણંદના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સામાજિક જાગૃતિના ભાગરૂપે યુવા સંગઠન દ્વારા અમૃતવાડી થી ભાઈકાકા સ્ટેચ્યુ, વિદ્યાનગર સુધી રાષ્ટ્રધ્વજ સમ્માન રેલી નું આયોજન કરવામાં આવ્યું. સાથોસાથ દર વર્ષે આયોજિત થનારા “માટલા ઊંધિયા પાર્ટી”માં શ્રી સૌરાષ્ટ્ર લોહાણા યુવા સંગઠને વિશેષ રસ દાખવતા ૨૦૧૬ની પાર્ટીમાં ૧૭૦ થી વધુ જ્ઞાતિજનોએ ભાગ લઈને અભૂતપૂર્વ સફળતા અપાવી જેમાં ક્રિકેટ અને હાઉસી ઉપરાંત વન મિનીટ ગેમ્સનું નવું નજરાણું ઉમેરવામાં આવ્યું.

                                                                          (1)

જ્ઞાતિમાં રમત ગમત ક્ષેત્રે વધતી જતી રૂચિને બિરદાવતાં શ્રી સૌરાષ્ટ્ર લોહાણા યુવા સંગઠન દ્વારા ૨૬ જાન્યુઆરી, ૨૦૧૬ના શુભ દિને “રઘુવંશી સ્પોર્ટ્સ કલબ”ની સ્થાપના કરવામાં આવી. ન્યુનત્તમ વાર્ષિક સભ્ય ફી ભરીને ક્રિકેટ, ટેબલ ટેનિસ, ચેસ, બેડમિન્ટન અને કેરમ જેવી રમતોનો લાભ જ્ઞાતિજનોને મળી રહે તે ઉદ્દેશ્ય સાકાર કરવા માટે આ સ્પોર્ટ્સ કલબની શરૂઆત કરવામાં આવી છે. રમતગમત ક્ષેત્રે અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રી સૌરાષ્ટ્ર લોહાણા યુવા સંગઠનની ટીમે ફાઈનલ સુધીની સફર ખેડીને નોંધપાત્ર સફળતા મેળવી છે.   

 

નમ્ર અપીલ...

 

તમામ જ્ઞાતિજનોને આ સાથે જણાવવાનું કે, સમાજના દરેક ક્ષેત્રમાં આજે યુવતીઓએ પોતાની કાબેલિયત અને સક્ષમતા પુરવાર કરી છે. આથી સંગઠન આપની જ્ઞાતિની દરેક પ્રવૃતિમાં યુવક તેમજ યુવતીઓ બંનેને સમાન તક પૂરી પાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય ધરાવે છે. શ્રી સૌરાષ્ટ્ર લોહાણા યુવા સંગઠન આથી આપણી જ્ઞાતિના યુવાધનને અર્થાત્ આપના પાલ્યને આ સંગઠનમાં જોડાવા અને તમામ આદરણીય વડીલ જ્ઞાતિજનોને અમારા તમામ પ્રયત્નોમાં અમોને પ્રોત્સાહન પૂરું પાડવા આહ્વાન કરીએ છીએ.
શ્રી સૌરાષ્ટ્ર લોહાણા યુવા સંગઠન ની કારોબારી સમિતિ


શ્રી ગૌરવ ઠકરાર
પ્રમુખશ્રીમતી ડિમ્પલ રાયકુંડલિયા
ઉપપ્રમુખશ્રી હેમાંગ મીરાણી
મંત્રીશ્રી કૌટિલ્ય ઠક્કર
સહમંત્રી


શ્રી યજ્ઞેશ માણેક
ખજાનચીશ્રી આનંદ કરીયા 
સભ્ય


શ્રી ધ્રુવ ઠક્કર  
સભ્ય


શ્રી દીપાંગ કરીયા 
સભ્ય


શ્રી મંથન ચેતા  
સભ્ય


શ્રી મેહુલ ઠક્કર  
સભ્ય


શ્રી જય હરિયાણી  
સભ્ય


શ્રી ચેતન રાયકુંડલિયા
સભ્ય


શ્રી મનીષ ઠક્કર
સભ્ય


શ્રી પરેશ ઠક્કર
સભ્ય
સલાકાર સમિતિ


શ્રી રાજેશભાઈ કારીયા 


શ્રી મનોજભાઈ જવાણી


શ્રી નયનભાઈ ઠક્કર 


                Home                Amrutvadi               Activities               Mahila Mandal               Yuva Sangathan               Mrriage Beuro               Contact Us