શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન - આણંદ ... આપનું હાર્દિક સ્વાગત કરે છે ...
શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહિલા મંડળ
શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહિલા મંડળ ની સ્થાપના ઈ.સ. ૧૯૯૨ માં ઠક્કરવાડી-આણંદ ખાતે રાજકોટના મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી જશુબેન જસાણી, શ્રીમતી મંગળાબેન કારીયા, શ્રીમતી જ્યોતિબેન માણેક એ દીપ પ્રાકટ્ય કરીને કરી. તે વખતે જશુબેન જસાણી એ શ્રીમતી મંગળાબેન કારીયા ની સૌ પ્રથમ મહિલા મંડળ ના પ્રમુખ તરીકે વરણી કરી. શરૂઆતમાં આપણી વાડી ન હોવાથી કોઈ ઈતર પ્રવુતિ થઇ ન શકી. ઈ. સ. ૧૯૯૬ માં ‘અમૃતવાડી’ના મંગલ ઉદઘાટન બાદ ઈ.સ. ૧૯૯૬ – ૯૭ ના વર્ષ માટે પ્રમુખ તરીકે સુમનબેન ખખ્ખર, ઉપપ્રમુખ તરીકે મંગળાબેન કારીયા અને મંત્રી તરીકે વર્ષાબેન મીરાણી ની વરણી કરવામાં આવી. ત્યારબાદ તેઓના નેતૃત્વ હેઠળ મહિલા મંડળ ના સભ્યોની સંખ્યા ૫૦ થી ૫૫ થઇ. ત્યારબાદ દર ત્રણ વર્ષે હોદેદારો લોકશાહી ઢબે બદલાતા રહ્યા. ઈ.સ. ૧૯૯૨ થી ઈ.સ. ૨૦૧૫ સુધીના હોદેદારોનું લીસ્ટ નીચે ટેબલમાં આપેલું છે. આ મંડળ દ્વારા પ્રતિ વર્ષ બાળકો માટેની રમતો, વેશભૂષા હરિફાઈ, ગરબા હરિફાઈ, હિંડોળા શણગારવાની હરિફાઈ, ગૌરી વ્રત માટે દીકરીઓ ના કાર્યક્રમો, ભજન હરિફાઈ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અન્ય પ્રવૃતિઓમાં મહેંદી હરિફાઈ, વાનગી હરિફાઈ, તેમજ વન ભોજન જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે.

ઈ.સ. ૨૦૧૫ થી નીચે પ્રમાણે કારોબારીના સભ્યો મહિલા મંડળનું સંચાલન સફળતા પૂર્વક કરી રહ્યા છે.

શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહિલા મંડળ ની કારોબારી સમિતિ


શ્રીમતી મંગળાબેન કારીયા
પ્રમુખ


શ્રીમતી હસુમતીબેન ઠક્કર
ઉપપ્રમુખ


શ્રીમતી હીનાબેન પાવાગઢી
મંત્રી


શ્રીમતી જ્યોતિબેન માણેક
સભ્ય


શ્રીમતી હર્ષાબેન કારીયા
સભ્ય


શ્રીમતી ઇન્દુબેન સાદરાણી
સભ્ય


શ્રીમતી અરુણાબેન કોટેચા
સભ્ય


શ્રીમતી સોનલબેન કોટેચા
સભ્ય


શ્રીમતી તૃપ્તિબેન ઠક્કર
સભ્ય


શ્રીમતી હેમાંગીબેન કોટેચા
સભ્ય


શ્રીમતી દિપ્તીબેન તન્ના
સભ્ય


* શ્રી સૌરાષ્ટ્ર મહિલા મંડળ ના હોદેદારો *

ક્રમાંક વર્ષ પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી
1 ૧૯૯૨-૯૬ શ્રીમતી મંગળાબેન કારીયા (સ્થાપક પ્રમુખ)
2 ૧૯૯૬-૯૭ શ્રીમતી સુમનબેન ખખ્ખર શ્રીમતી મંગળાબેન કારીયા શ્રીમતી વર્ષાબેન મીરાણી
3 ૧૯૯૭-૯૮ શ્રીમતી ભારતીબેન શીંગાળા શ્રીમતી મંગળાબેન કારીયા શ્રીમતી વર્ષાબેન મીરાણી
4 ૧૯૯૮-૦૦ શ્રીમતી મંગળાબેન કારીયા શ્રીમતી ઇન્દુબેન સાદરાણી શ્રીમતી વર્ષાબેન મીરાણી
5 ૨૦૦૦-૦૧ શ્રીમતી હસુમતીબેન ઠક્કર શ્રીમતી મંગળાબેન કારીયા શ્રીમતી વર્ષાબેન મીરાણી
6 ૨૦૦૧-૦૩ શ્રીમતી મંગળાબેન કારીયા શ્રીમતી સાવિત્રીબેન ચોલેરા શ્રીમતી મીનાબેન રાજા
7 ૨૦૦૩-૦૫ શ્રીમતી અરુણાબેન કોટેચા શ્રીમતી હીનાબેન પાવાગઢી શ્રીમતી રમાબેન લાખાણી
8 ૨૦૦૫-૦૮ શ્રીમતી મંગળાબેન કારીયા શ્રીમતી હસુમતીબેન ઠક્કર શ્રીમતી મીનાબેન રાજા
9 ૨૦૦૮-૧૧ શ્રીમતી હીનાબેન પાવાગઢી શ્રીમતી વર્ષાબેન મીરાણી શ્રીમતી રમાબેન લાખાણી
10 ૨૦૧૧-૧૫ શ્રીમતી મંગળાબેન કારીયા શ્રીમતી હસુમતીબેન ઠક્કર શ્રીમતી હીનાબેન પાવાગઢી
11 ૨૦૧૫-.... શ્રીમતી મંગળાબેન કારીયા શ્રીમતી હસુમતીબેન ઠક્કર શ્રીમતી હીનાબેન પાવાગઢી


                Home                Amrutvadi               Activities               Mahila Mandal               Yuva Sangathan               Mrriage Beuro               Contact Us